વડોદરાઃ વડોદરા લોકસભા બેઠકના શાંતિપૂર્ણ મતદાન બાદ હવે તમામ ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયા છે અને તમામ ઇવીએમને વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે તૈયાર કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે જ્યાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઢવી દેવામાં આવી છે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત વડોદરા પોલીસ પણ ઇવીએમની સુરક્ષા કરશે