Random Video

વંઢ ગામના લોકો અને પશુઓ એક જ હવાડાનું પાણી પીવે છે

2019-05-04 367 Dailymotion

રાજપીપળાઃ હાલ સમગ્ર ગુજરાતમાં ગંભીર જળ કટોકટી સર્જાઈ છે સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હાલ લોકો પીવાના પાણીની ટીપા માટે તરસી રહ્યું છે વાઈબ્રન્ટ ગુજરાત હવે તરસ્યું ગુજરાત બની રહ્યું છે રાજ્યમાં સરદાર સરોવર જેવો મહાકાય બંધ હોવાછતાં પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે તેમાં પણ સરદાર સરોવર ડેમથી દૂર આવેલા વિસ્તારોની વાત જવા દો માત્ર 25 કિલો મીટરના અંતરે આવેલા તિલકવાડા તાલુકાના વંઢ ગામના લોકો અને પશુઓ એક જ હવાડામાંથી પાણી પીવા મજબૂર બન્યા છે