Random Video

સૂમસામ રોડ પર કારની સામે વાઘ આવ્યો, આંટાફેરા મારીને જંગલમાં ગાયબ થયો

2019-05-20 419 Dailymotion

મધ્યપ્રદેશના ભોપાલમાં ખાલી રસ્તે આગળ વધી રહેલી એક કારની સામે અચાનક જ વાઘ ધસી આવ્યો હતો જે જોઈને અંદર સવાર લોકોનું હૃદય ધબકારો ચૂકી ગયું હતું રોડ પર આંટાફેરા મારીને કારની સામે આવીને જંગલ તરફ નીકળી ગયો હતો જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો આ વીડિયો બાદ વનવિભાગના અધિકારીએ પણ આ ઘટનાની પુષ્ટી કરીને જણાવ્યું હતું કે કાળિયાસોત બંધની પાસે આ વાઘ જોવા મળ્યો હતો આ વીડિયો જ્યાં રેકોર્ડ કરાયો હતો તે બેતુલ આસપાસનો વિસ્તાર હતો આ વાઘ પાણી પીને પછી ફરીથી જંગલમાં ગાયબ થઈ ગયો હતો તો સાથે અન્ય ગ્રામિણોએ જણાવ્યું હતું કે આ વાઘ કેરવા બંધ પાસે પણ જોવા મળ્યો હતો