Random Video

હેડક્વાર્ટરમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી, પોલીસકર્મી સહિત 5 મિત્રો સામે ગુનો નોંધાયો

2019-06-25 73 Dailymotion

મોરબી: કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર નજીક થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં એક પોલીસકર્મી સહિત 5 મિત્રોએ મળી યુવકની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે બનાવની વિગત અનુસાર મોરબીમાં ગઈકાલે સાંજે મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર પાછળ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની જાણ મોરબી તાલુકા પોલીસનેથતાં તેઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવની તપાસ કરી હતી