Random Video

PoKના અગ્રણીએ પાક. મંત્રી ફવાદને બેવકૂફ ગણાવ્યા, કહ્યું- મેટ્રોના સમયમાં તમે રિક્શામાંથી બહાર નીકળો

2019-09-10 6,310 Dailymotion

પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના આરિફ આજાકિયાએ પાક સરકારના મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા છે આજાકિયાએ ઈમરાન સરકારમાં વિજ્ઞાન મંત્રી ફવાદ ચૌધરીને મૂર્ખ ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે, પાકિસ્તાન આજે પણ રિક્ષા અને સાઈકલમાંથી બહાર નથી આવતું જ્યારે દુનિયા મેટ્રોમાં ફરી રહી છે સમગ્ર દુનિયામાં પાકિસ્તાનની મજાક થઈ રહી છે અહીંના મંત્રી માત્ર ચદ્રયાન-2 અને કાશ્મીરની વાતો કરી રહ્યા છે

આરિફ આજાકિયા એક સમાજસેવી છે તેમણે કહ્યું કે, ફવાદ ચૌધરી તમે વિજ્ઞાન મંત્રી છો રિક્શા અને સાઈકલમાંથી બહાર આવો પોતાના દેશના ભવિષ્ય વિશે વિચારો આજના સમયમાં જ્યારે સમગ્ર દેશમાં મેટ્રો ચાલી રહી છે ત્યારે તમે રિક્શામાં છો આ જ તમારી ઔકાત છે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો 7 સપ્ટેમ્બરે સંપર્ક ટૂટતા ચૌધરીએ ભારતની મજાક ઉડાવતું ટ્વિટ કર્યું હતું તેનો પાકિસ્તાનના લોકોએ જ વિરોધ કર્યો હતો