Random Video

વડોદરામાં બિલ્ડીંગ ઘરાશાયી થતાં ફુવાનો શરીર નીચેનો ભાગ છૂંદાયો, ભત્રીજાનો પગ કપાયો

2019-10-20 1,847 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના નવાયાર્ડ રોડ પર આવેલી એલએન્ડટી કંપનીની 40 વર્ષ જૂની 4 માળની ઇમારતને તોડીવાની કામગીરી વખતે આગળનો ભાગ ધરાશાયી થતાં પેટાકોન્ટ્રાટર અને તેના ભત્રીજાનું મોત થયું હતું જેમાં મૃતક કૈફુલ બુરેખાં પઠાણનો શરીરનો નીચેનો ભાગ છુંદાઇ ગયો હતો જ્યારે મૃતક કૈફુલના સાળાના પુત્ર અબ્દુલ વાહીદનો પગ કપાઇ જતા તેનું મોત થયું હતું ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની કામગીરી વચ્ચે મૃતદેહો કાઢવામાં આવ્યા ત્યારે ભયાવહ અને દર્દનાક દ્રશ્યો જોવા મળ્યા હતા આખી રાત કાટમાળ ખસેડવાની કામગીરી ચાલી હતી અને હજુ પણ ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી યથાવત જ રાખવામાં આવી છે