Random Video

ટાટા અલ્ટ્રોઝ 5 સ્ટાર મેળવનારી સૌપ્રથમ સ્મોલ કાર

2020-01-17 835 Dailymotion

ટાટા અલ્ટ્રોઝ 22 જાન્યુઆરીએ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થવાની છે લોન્ચિંગ પહેલાં ટાટા મોટર્સની આ પ્રીમિયમ હેચબેકને ગ્લોબલ ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP) નામની ફર્મ દ્વારા કરાતા ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મળ્યા છે ટાટા અલ્ટ્રોઝ દેશની બીજી એવી મેઈડ ઈન ઈન્ડિયા કાર છે જેણે સેફ્ટી અંગે પોતાની જ અગાઉની નેક્સન પછી 5 સ્ટાર મેળવ્યા છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે, ગ્લોબલ NCAPએ પહેલીવાર એક એવી કારનું ક્રેઝ ટેસ્ટ રિઝલ્ટ જાહેર કર્યું છે, જે હજી વેચાણ માટે માર્કેટમાં લોન્ચ નથી થઈ

અગાઉ ટાટાની SUV ‘નેક્સન’ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવનારી પહેલી મેડ-ઇન-ઇન્ડિયા કાર હતી અલ્ટ્રોઝને પણ એડલ્ટ પેસેન્જર પ્રોટેક્શનમાં 17માંથી 1613 પોઇન્ટ્સ મળ્યા છે ક્રેશ રિઝલ્ટમાં ટાટા અલ્ટ્રોઝે ડ્રાઇવર અને ફ્રન્ટ પેસેન્જરનાં માથાં, ગળાં અને ઘૂંટણ માટે સારી સુરક્ષા પૂરી પાડી હતી અને ચેસ્ટના ભાગની સુરક્ષા પણ પૂરતી રહી