Random Video

માતાના મૃતદેહને 3 વર્ષની માસૂમ દીકરીએ ઉઠાડવાનો પ્રયાસ કર્યો

2020-02-22 19,323 Dailymotion

ભરૂચ દાંડિયા બજાર વિસ્તારમાં એક મહિલા ભીખ માંગીને પોતાનું અને પોતાની માસૂમ બાળકીનું ગુજરાન ચલાવતી હતી અને જ્યાં જગ્યા મળે ત્યાં માસુમ દીકરી રાત પસાર કરતી હતી આજે આ મહિલા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેની 3 વર્ષની દીકરીને નોંધારી મૂકીને અંતિમ શ્વાસ લીધા હતા માતાના મૃત્યુથી અજાણ 3 વર્ષની દીકરી માતા પાસે બેસીને રડતા-રડતાં મોતના બિછાને પડેલી માતાને ઉઠાડવાનો પ્રયાસ કરતી હતી હોસ્પિટલમાં મોતના બિછાને પડેલી માતા પાસે બેસીને હૈયાફાટ રૂદન કરી રહેલી માસુમ દીકરીએ ઉપસ્થિત લોકોને હચમચાવી નાંખ્યા હતા પરિવારે પણ બાળકીને માતાના મૃતદેહ સાથે તરછોડી દીધી હતી