Random Video

વરાછાવાસીઓએ સરકારી કોલેજની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ મોકલ્યાં

2020-03-02 163 Dailymotion

સુરતઃવરાછામાં સરકારી કોલેજના નિર્માણની વિવિધ તબક્કે માંગ ઊઠી છે છેલ્લા લાંબા સમયથી વરાછા વિસ્તારમાંથી સરકારી કોલેજની માંગ સાથે વિવિધ સંસ્થા, સંગઠનો, ગ્રુપ દ્વારા સંખ્યાબંધ રજુઆતો કરાઈ ચુકી છે જો કે, રાજકીય ઈચ્છાશક્તિનાં અભાવે વરાછામાં સરકારી કોલેજનાં મંડાણ થઈ શક્યા નથીવરાછા વિસ્તારમાં કોલેજની માંગ માટે સક્રિય યુવાનોમાં સરકારની નિરસતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે ઉપરાંત વિવિધ વિદ્યાર્થી તેમજ જાગૃત યુવકોના સંગઠનો સામે આવ્યાં છે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સરકારી કોલેજની માંગ સાથે પોસ્ટકાર્ડ લખીને પોસ્ટ કરવામાં આવ્યાં હતાં