આજથી ડાકોરમાં પદયાત્રાની શરૂઆત થઈ રહી છે. કોરોના કાળ બાદ 2 વર્ષે થઈ રહેલી પદયાત્રા 3 દિવસ યોજાશે. હોળી ધુળેટી પર ઠાકોરજીના દર્શનનું અનેરું મહત્વ છે, રણછોડરાયની ધજા લઈને ડાકોર ઠાકોરના દર્શન કરવા દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં જવાના છે. ત્યારે ડાકોરના રોડ જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠશે.